Summer Drinks to Beat the Heat

Summer drinks

Summer drinks 🍹

Summer drinks – ઉનાળાની ઋતુ આવી ગઈ છે! એપ્રિલ, મે અને જૂનમાં ગરમી ચરમસીમાએ રહે છે.! મોટાભાગે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે. આ સિવાય જ્યારે તાપમાન વધે છે! ત્યારે મૂડ સ્વિંગ અને ચીડિયાપણાની સમસ્યા વધી જાય છે. ભૂખ અને તરસ ઓછી થાય છે.

શું તમે પણ ઉનાળાની આ કાળઝાળ ગરમીથી પરેશાન છો? અને શું તમે આ ગરમીથી બચવા ઠંડા પીણા પીઓ છો? તો સાવધાન રહો, ઠંડા પીણાઓ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે! ઉનાળામાં ગરમીના કારણે સૌથી વધારે તો ગળું સુકાવાની ફરિયાદ રહેતી હોય છે. લોકો સૌથી વધારે ઠંડા પીણનો સહારો લેતા હોય છે. ઠંડા પીણા પીવાથી શરદી – ઉધરસ થઈ શકે છે! શરીરનું તાપમાન ઓછું કરે છે, વારંવાર ઠંડા પીણાનું સેવન લાંબાગાળે પાચનને અસર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે.

ઉનાળાની બળબળતી ગરમીમાં શરીરને ઠંડું રાખવા માટે પરંપરાગત રીતે બનાવવામાં આવતા પીણાઓ જેમકે, લસ્સી, મસાલા છાશ, શરબત, જલજીરા વગેરે પસંદ કરવા જોઈએ! જે પીવામાં સ્વાદિષ્ટ તો છે. પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાદાકારક છે. શરીરમાં એનર્જીને જાળવીને ગરમીથી બચાવે છે, શરીરને લૂ થી રક્ષણ આપે છે! આ પરંપરાગત અને નોન-આલ્કોહોલિક પીણાઓ શરીરને ઠંડું તો કરે જ છે અને બીજા પણ અનેક ફાયદાઓ કરે છે! આ દરેક પીણા આપણે ઘરે સરળતાથી બનાવી પણ શકીએ છે! તો ચાલો જોઈએ કયા કયા પીણાને ગરમીમાં વધુ મહત્વ આપવું જોઈએ.

Summer drinks

લસ્સી:

મીઠી લસ્સી એ ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતું આ પીણું છે! વળી કેરીની સીઝનમાં તમે કેરીનો રસ વાપરીને તેને સ્વાદિષ્ટ મેંગો લસ્સીમાં ફેરવી શકો છો! પોષક તત્વોથી ભરપૂર મીઠી લસ્સી પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને પેટ સ્વસ્થ રહે છે! લસ્સીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ, વિટામિન સી અને ફોલિક એસિડ હોય છે! લસ્સીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઝિંક પણ હોય છે! દહીંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે! આ તમામ પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે! એકંદરે આ પીણું આરોગ્ય માટે લાભકારી છે. હા, ડાયાબિટસના દર્દીઓએ મીઠી લસ્સી પીવાનું ટાળવું જોઇએ.

મસાલા છાશ:

ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટેનું સૌથી હાથવગું અને ગુજરાતીઓનું સૌથી મનપસંદ પીણું એટલે છાશ! વળી, છાશને આર્યુવેદમાં સાત્વિક ફૂડ કહેવાયું છે! દહીં અને પાણીના આ મિશ્રણમાં મીઠું અને મસાલો નાંખીને પીવો, તેનાથી શરીરમાં ઘટેલા પાણીના જથ્થાની ભરપાઈ તાત્કાલીક થઈ જશે અને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ થશે! છાશ પીવાથી તમારી ઈમ્યુનિટી તો વધે જ છે પરંતુ જો એસિડિટી થઈ જાય તો કોઈ દવા લેવાને બદલે તમે ગ્લાસ ભરીને છાશ પી શકો છો! એમાં રહેલું દહીં તમારા પેટનું ઠંડુ રાખશે અને બળતરાને શાંત પાડી દેશે. એના પોષક તત્વો રોગ પ્રતિકાર શક્તિ વધારે છે.

લીબું શરબત:

ગરમીની સિઝનમાં શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે, અને લીંબુ શરબત એ ગરમીમાં રાહત મેળવવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે! લીબુંને પ્રાચીન કાળથી એનર્જીનો ખજાનો માનવામાં આવે છે, લીંબુમાં વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડેટ્સ પ્રચુર માત્રામાં મળી આવે છે! લીંબુનું સેવન ત્વચાની રંગતમાં નિખાર આવે છે, તથા કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે! એટલે ગરમીની સિઝનમાં દિવસ દરમિયાન તમે લીબુંના શરબતનું સેવન કરી શકો છો.

કેરીનું શરબત:

ઉનાળો એટલે ફળોના રાજા કેરીની સિઝન, વળી ઉનાળાની શરૂઆતમાં જ કાચી કેરીઓ આવવા લાગી હોય છે! ઉનાળામાં કાચી કેરી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણા શરીરને ડીહાઈડ્રેશન, હીટ સ્ટ્રોકથી પ્રભાવિત થવાથી બચાવે છે અને શરીરમાં પાણીની ઉણપ થતી નથી. કાચી કેરી ફાઈબર, વિટામીન અને કેરોટીનનો સારો સ્ત્રોત છે! કાચી કેરી ખાવાથી આપણા શરીરની પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે, જેનાથી મેટાબોલિઝમ સુધરે છે! કાચી કેરીનું શરબત તમને લૂ થી રક્ષણ આપે છે. આ શરબત ઘરે સરળતાથી બની જાય છે!

તરબૂંચનું શરબત:

તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, જે શરીરને પાણી આપવાનું કામ કરે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે! શરીરને ડિટોક્સ કરવાને કારણે ત્વચા પણ ચમકદાર બને છે. તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ હાઈડ્રેટ શરીરને શક્તિ આપે છે અને થાક અને સુસ્તી દૂર કરે છે. તરબુચને મિક્સરમાં ક્રસ કરીને બનાવાતું આ ડ્રિંક તમારું પેટને ગરમીથી બચાવે છે અને ઠંડક આપે છે, એસીડીટીની ફરીયાદમાં ઉનાળામાં આ શરબતનું સેવન કરવું ગુણકારી છે.

Summer drinks

You like summer drinks for helthy beat the heat.

વરિયાળીનું શરબત:
ઉનાળાની ગરમીમાં વરિયાળીનું શરબત ઠંડક પહોંચાડે છે! વરિયાળીનો ડિટોક્સિફાયરનો ગુણ પેટમાં ઠંડક આપે છે તથા ગરમીની લૂથી રક્ષણ આપે છે, એનું સેવન કરવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી બને છે! વરિયાળીમાં સાકર નાખીને શરબત બનાવવું જોઈએ જે ખૂબ ગુણકારી છે! જ્યારે પણ તમે ઘર બહાર નીકળો છો ત્યારે વરિયાળીનું પાણી પીઓ અને તેને બોટલમાં ભરી તમારી સાથે રાખો અને સમયાંતરે પીતાં રહો.

આ સિવાય તમે બીજા ઘણાં પીણાઓ છે જે લઈ શકો છો જેમકે. શેરડીનો રસ, જલજીરા, ફળોનો જ્યુસ વગેરે લઈ શકો છો! આ સાથે વધુને વધુ ફળ અને શાકભાજીનું સેવન કરો! હળવું ભોજન લો, ભરપૂર ઉંઘ લો અને ભારે વર્કઆઉટ કરવાનું ટાળો. આલ્કોહોલનું સેવન પણ ટાળવું જોઈએ! જે શરીરમાં પિત્ત દોષને અસંતુલિત કરે છે! આલ્કોહોલ પોતે જ ગરમ તાસીર ધરાવે છે જે શરીરના તાપમાનમાં વધારો કરે છે! જેથી ગરમી તથા બળતરાની સમસ્યા વધી શકે છે.

About the Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these

Home
Shop
0
Cart
Account