જાંબુ અને તેના ફાયદાઓ

જાંબુ

બાળપણમાં જાંબુ ખાધાં પછી કોણે કોણે પોતાની જાંબુડી રંગની જીભ પોતાના મિત્રોને બતાવી હતી? નાના-મોટા સૌના પ્રિય અને સ્વાદમાં અદ્ભુત એવાં જાંબુના ઘણાં ફાયદાઓ પણ છે! ઉનાળો આવે અને લોકોના ઘરમાં ફળોના બાસ્કેટ વિવિધ ફળોથી છલકાતાં જોવા મળતા હોય છે. જેમકે, કેરી, તરબૂચ, દ્રાક્ષ, જાંબુ વગેરે. તો, આજે આ ફળો પૈકી આપણે જાંબુ અને તેના ફાયદાઓ વિશે વાત કરીશું! જાંબુના ફાયદાઓ અને અમુક ગેરફાયદાઓ વિશે જાણીએ એ પહેલાં આપણે જાંબુ વિશે પણ થોડું જાણી લઈએ.

જાંબુ

​જાંબુ કહો કે java plum, જામુન, રાવણા વગેરે પરંતુ એનું સાયન્ટિફિક નામ ‘Syzygium cumini’ છે, અને તેના વૃક્ષોને ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, અને ફીલીપાઇન્સ દેશના નિવાસી માનવામાં આવે છે! જ્યારે ગુજરાતમાં જૂનાગઢ અને તેના આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે અને ભારતના બીજા રાજ્યોમાં પણ વેચાણ માટે જાય છે.
જેમ જાંબુના ઘણાં ફાયદાઓ છે એવી જ રીતે અમુક વસ્તુઓ સાથે સેવન કરવાથી તેના ગેરફાયદા પણ થાય છે! તો જાંબુ ખાતી વખતે શું ધ્યાનમાં રાખવું એ પહેલાં તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.

જાંબુ

જાંબુના ફાયદાઓ

જાંબુની સીઝનમાં તેનો ભરપૂર પ્રમાણમાં ખાઈ લેવા જોઈએ. અત્યંત ગુણકારી માટે, જાંબુના ફાયદાઓ મેળવવા માટે, તેને ભારતીય બ્લેક બેરી તરીકે ઓળખાતા અને પોષકતત્ત્વોથી ભરપૂર જ આવે છે! એના અલાવા, જાંબુના ઠળિયાને ચૂર્ણ બનાવી ઉપયોગમાં લેવું જોઇએ. આમ આયુર્વેદમાં, જાંબુની સાથે સાથે તેના બીજના ફાયદાઓ પણ વધુ વિશેષ કરીને વાત કરેલી છે.


૧) જાંબુ શરીરમાં હીમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે જેથી એનું સેવન કરવાથી એનિમિયાના દર્દીઓ તથા સ્ત્રીઓને માટે ખૂબ જ અસરકારક છે.


૨) જાંબુના ઠળિયામાં આલકલેઇડ્સ નામનું તત્વ હોય છે, જેનાથી સ્ટાર્ચને ઉર્જામાં ફેરવે છે! માટે જાંબુના ઠળિયાનું ચૂર્ણ બનાવી એનું સેવન ડાયાબિટીસના દર્દીઓએ કરવું જોઈએ ઉપરાંત એ ચૂર્ણનું સેવન ઇન્સ્યુલિનનાં ઉત્પાદનને પણ વધારે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક છે.


૩) જાંબુમાં કેલરી પણ ખૂબ ઓછી છે. જેથી જાંબુનું સેવન વજન ઘટાડનાર માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થયું છે.


૪) વારંવાર ઉબકા કે પછી ઉલટી થતું હોય એમને જાંબુ ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણકે જાંબુમાં પુષ્કળ પ્રમાણમાં રેસાઓ હોય છે! જાંબુના ઠળિયામાં રહેલા ફાઈબર પાચનતંત્રને ગતિમાન કરે છે, જેથી પાચનક્રિયા સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ સિવાય એ કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.


૫) જાંબુના એન્ટીઓક્સિડન્ટ સ્કિન માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.


૬) જાંબુ આંખોની રોશની માટે ઉપયોગી સાબિત થયા છે, કારણકે એ વિટામિન સી નો ખૂબ જ સારો સ્ત્રોત છે! જેથી એ આંખના કોર્નિયામાં મળી આવતા કોલેજન અને શરીરને જોડાયેલી પેશીઓ બનાવવામાં અને તેની જાળવણીમાં પણ મદદ કરે છે.

૭)જાંબુમાં પોટેશિયમ ખનીજ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, જે તમારી રક્ત નળીઓમાં રહેલા બ્લોકેજને દૂર કરવામાં મદદ કરે છે! જાંબુનું સેવન હૃદયના વિવિધ રોગ દૂર કરવામાં મદદ કરી હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.


૮) જાંબુના પાંદડામાં રહેલી એન્ટિબેક્ટેરિયલ અને એસ્ટ્રીજન્ટ પ્રોપર્ટીઓ ગળાની સમસ્યાઓ અને મોઢામાં રહેલી દુર્ગંધને દૂર કરવામાં મદદરૂપ થાય છે! આ માટે જાંબુના પાનને સૂકવીને પાઉડર બનાવી તેને દાંતને ઘસવા માટે ઉપયોગ કરવો જોઈએ.

જાંબુના ગેરફાયદાઓ

જાંબુનું સેવન શરીર માટે ફાયદાકારક તો છે! પરંતુ શું તમે જાણો છો કે અમુક ખાદ્ય પદાર્થો સાથે એનું સેવન વર્જિત માનવામાં આવે છે! આવો આ ગુણકારી ફળના કેટલાક ગેરફાયદાઓ વિશે જાણીએ.

૧) જાંબુ તમે દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકો છો પરંતુ ભૂખ્યા પેટે જાંબુનું સેવન ટાળવું જોઈએ! જાંબુમાં રહેલી ખટાશ ખાલી પેટે પેટમાં બળતરા, એસિડિટી કે પેટના દુખાવાની સમસ્યા પેદા કરી શકે છે! જ્યારે જમ્યા પછી જાંબુનું સેવન ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે, જેથી ખોરાક પચાવવામાં સરળ રહે છે.

૨) એવી જ રીતે જાંબુ ખાધા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ અથવા ૩૦ થી ૪૦ મિનિટ પછી જ પાણી પીવાનો આગ્રહ રાખવો! કારણકે જાંબુ ખાધા બાદ પાણી પીવાથી પેટમાં અપચો કે ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.

૩) દૂધ કે દૂધની બનાવટો સાથે જાંબુ ખાવાથી પણ પાચનસંબંધી સમસ્યાઓ થઈ શકે છે! આ સિવાય, જાંબુની સાથે હળદર કે એની વાનગીઓ અને અથાણું ખાવાથી એ શરીરમાં વિકાર પેદા કરે છે! તેથી જાંબુ સાથે તેનો ઉપયોગ પણ ટાળવો હિતાવહ છે.

About the Author

4 thoughts on “જાંબુ અને તેના ફાયદાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these

Home
Shop
0
Cart
Account